ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 12

  • 2.6k
  • 1.6k

વીર હમ્મીરદેવ            ચિત્તોડગઢમાં વ્યથિત હ્રદયે શાહજાદો ખીઝરખાં વિચાર કરી રહ્યો હતો, અબ્બાજાને મેવાડ પર વિજય તો મેળવ્યો પરંતુ આ હઠીલા રાજપૂતોએ જૌહર અને કેસરિયાં કરીને સર્વનાશ નોતર્યો બાકી હતું તે અબ્બાજાને ક્રોધના આવેશમાં નિર્દોષ પ્રજાની કત્લેઆમ કરાવી. આજે દશ વર્ષે પણ હું મેવાડપર પડેલા આ કારી ઘાને રૂઝાવી શક્યો નથી. મેં ગંભીરી નદીપર પુલ બંધાવ્યો. પ્રજાના નાનામોટા સુખો માટે કાર્યો કર્યા પરંતુ મેવાડીઓના મન હું જીતી શકયો નથી.  હવે તો શાસનની સર્વ ધુરા એમના જ રાજપુત સરદાર માલદેવ સોનગિરાને મેં સોંપી દીધી છે.  એ મારો વફાદાર રાજપૂત સરદાર છે. એ મળશે પરંતુ ગુહિલોતવંશના નબીરાને મદદ