ભૂતનો ભય ૯- રાકેશ ઠક્કર હિન્દુ – મુસ્લિમ શહેરમાં છેલ્લા દસ દિવસથી હુલ્લડ ફાટી નીકળ્યા હતા. કોમી રમખાણોને લીધે કેટલીય વખત કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. આજે અગિયારમાં દિવસે શહેરમાં શાંતિ પ્રવર્તતી હોવાથી કરફ્યુમાં છૂટ આપવામાં આવી હતી. નગીનદાસ દસ દિવસથી બંગલામાં કેદ થઈ ગયા હોય એવી લાગણી અનુભવતા હતા. આજે એમણે પોતાની ઓફિસે જવાનું નક્કી કરી લીધું હતું. એમના બંને પુત્રોએ સમજાવ્યા પણ માન્યા નહીં. બંને પુત્રો પણ પોતાની નોકરી પર જવાનું હોવાથી મજબૂર હતા. એ સવારે નીકળ્યા ત્યારે આમ તો ચોખ્ખી મનાઈ ફરમાવીને ગયા હતા પણ જો જવું હોય તો પોતાની કારમાં નહીં પણ ભાડાની કારમાં જવાની વિનંતી કરતા