ચિનગારી - 19

  • 2.6k
  • 1.5k

આજે બધાં નો દિવસ ઉદાસ જ રહ્યો, આરવ ને નેહા વચ્ચે પણ કોઈ વાતથી માથાકૂટ થઇ ગઇ જેના લીધે બંને નાં મૂડ ઓફ હતા,નેહા જમવાનું બહારથી લઈ આવી ને મિસ્ટી ને નેહાએ મળીને સાથે જ જમ્યુ ને બંને એ ઘણી વાતો કરી, બંને એ પોતાની ઉદાસી છુપાવી લીધી, જમ્યા પછી મિસ્ટીએ દવા લીધી ને થોડીવારમાં સુઈ ગઈ.વિવાનની તો ઊંઘ હરામ થઈ ગઈ, શું શું વિચારી રાખ્યું હતું ને શું થઈ ગયું, તેને તેનુ ધ્યાન ભટકાવવા બીજું કામ કરવા લાગ્યો ને તેના માટે તેને આરવની જરૂર પડી, તે આરવનાં રૂમમાં ગયો તો આરવ ત્યાં નહતો, તેને ઘરમાં જ બનાવેલી ઓફિસમાં ગયો