આહુતિ મેવાડે વિજયોત્સવ ઉજવી એની યશકલગીમાં એક પીછું ઉમેર્યું. જેમણે બલિદાનો આપ્યા હતા તેમના સ્મ્રુતિ-સ્મારકો રચાયાં. એમના પરિવારોને રાજ્ય તરફથી નિર્વાહ માટે જમીનો આપવામાં આવી. વીરોનું સન્માન કરવામાં આવ્યું. ચિત્તોડના વૃદ્ધ સેનાપતિએ સ્વેચ્છાએ પદત્યાગ કર્યો. ભગવાનની ભક્તિ કરવા કાશીધામમાં ચાલ્યા ગયા. બાદલને સેનાપતિ બનાવવામાં આવ્યો અને મેવાતના રાવનું વીરોચિત સન્માન કરવામાં આવ્યું. કવિઓની વાણીમાંથી દેશભક્તિના ગીતો સ્ફુરવા માંડ્યા. તેરે ભાલે મેં ચમક હે અભી, ઇન તલવારો મેં પાની હૈ, તેરી મેં ક્યા ગાથા ગાઉં, તું ખુદ ચિત્તોડ કહાની હૈ, યહ ભારત કા સચ્ચા ગૌરવ,યહ ભારત કા રક્ષક પ્યારા, યહ સતિયોં કા પાવન આંસુ, યહ માં કી આંખો કા તારા,