ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 8

  • 2.9k
  • 1.7k

પદ્દ્મીની દેવી          દિલ્હીનું પતન થયું. શાહબુદ્દીન ઘોરીએ પોતાના પ્રિય કુતુબુદ્દીન ઐબકને દિલ્હીની સૂબાગીરી સોંપી.          “ચિત્તોડના મહારાણા સમરમાં વીરગતિ પામ્યા પરંતુ એનું ગૌરવ તો અક્ષય છે.”          ચિત્તોડની ગાદીપર રાવળ કર્ણસિંહ શાસન કરતા હતા. તેઓ નાના હોવાથી તેમની માતા કર્મદેવી રાજકારોબાર સંભાળતી હતી. કુતુબુદ્દીને મેવાડને જીતવાનો સુંદર મોકો જોયો. એણે સેના લઈને આક્રમણ કર્યું. મેવાડીઓ હિંમત હાર્યા નહીં. રાજમાતા કર્મદેવી સ્વયં લોહબખ્તર સજીને, અશ્વારુઢ થઈને મેવાડીસેનાને રાણાંગણ તરફ દોરી ગયા. ફરી એકવાર મેવાડી સેનાએ કુતુબુદ્દીનને ઘાયલ કરી નસાડ્યો અને વિજય મેળવ્યો. થોડા વર્ષો મેવાડે શાંતિનો શ્વાસ લીધો.  રાણા કરણ બીમાર થઈ મરણ પામ્યા.