તો ચાલો, વાવાઝોડાની વાતો વાંચીએ !!!

  • 5.7k
  • 3
  • 2.3k

તો ચાલો, વાવાઝોડાની વાતો વાંચીએ !!! નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો? મજામાં ને ? છેલ્લાં ઘણાં દિવસોથી ટી. વી. પર અને સમાચારપત્રોમાં વાવાઝોડાનાં સમાચારો તમે સાંભળ્યા હશે. છેલ્લાં બે દિવસથી ઘણો પવન ફૂંકાયો છે. 'બિપરજોય ' વાવાઝોડું ગુજરાતમાં મોટી આફત લઈને આવી રહ્યું હતું. હવામાન ખાતાની આગાહી અને અગાઉથી રાખવામાં આવેલી તકેદારીઓને લીધે ગઈકાલે રાત્રે વાવાઝોડું ટકરાયું પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ નથી. તો ચાલો આજે આપણે વાવાઝોડા વિશે વિગતે જાણીએ.વાવાઝોડું એટલે શું ? :- વાવાઝોડાનો સીધો સાદો અર્થ એટલે અતિશય વેગથી જોરમાં ફૂંકાતો પવન. વાવાઝોડું એ વર્તુળાકાર ઘુમતો અને ભારે વેગથી ફૂંકાતું હવાનું તોફાન છે. જે દરિયામાંથી પેદા થઈ