શ્યામ અને ચાર્મિ પઠાનકોટ ઉતર્યા ત્યારે રાતના સાડા આઠ વાગી ગયા હતા. પઠાનકોટ બસ સ્ટેશન માનવ રહિત બસ સ્ટેશન ભાસતું હતું. તેઓ બસ સ્ટેશનમાંથી બહાર આવ્યા. બસ સ્ટેશન બહાર એક પાનનો ગલ્લો ચાલુ હતો. “ભૈયા, મેરા ફોન સ્વીચ ઓફ હો ગયા હે. આપકા ફોન દો ના એક મિસકોલ કરની હે પાપાકો... સામને સે ફોન આયેગા, પ્લીઝ..” ચાર્મિએ પાનના ગલ્લા વાળાને કહ્યું ત્યારે શ્યામ એ નોટંકી છોકરીની ચાલાકી ઉપર મનોમન હસ્યો. “કોઈ ગલ નહિ, મેડમ કોલ કર લો..” ગલ્લાવાળાએ ચાર્મિને ફોન આપ્યો.