ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 6

  • 2.7k
  • 1
  • 1.8k

મેવાડ્પતિ બાપ્પાદિત્ય           પરાક્રમી બાપ્પા દિનપ્રતિદિન ચિત્તોડ માં લોકપ્રિય થવા લાગ્યો. જૂના સરદારો માં ઇર્ષાગ્નિ લાગી પરંતુ પરાક્રમી કાલભોજ આગળ કોઈનુંયે ચાલતું ન હતું. રાજા પણ પોતાના ભાણેજને ખૂબ ચાહતો હતો, કારણ કે પોતે નિ:સંતાન હતો. બાપ્પા પણ તન, મનથી રાજકાજમાં ધ્યાન આપતો હતો.           દિવસ આથમવાની વેળા હતી. ચિત્તોડનો રાજદરબાર વિસર્જનની પળો ગણતો હતો. પશ્ચિમમાં સંધ્યાદેવી પોતાના પાલવમાં સિંદૂર લઈને ઉભી હતી. અને સિંદૂર લુંટાવવાની અધીરતા હતી. દરબારીઓ ઘર તરફ જવાના મધુર સોણલાંમાં રાચતા હતા. તેવામાં દ્વારપાળ ઉતાવળે આવ્યો, મસ્તક નમાવી, મહારાજને નિવેદન કર્યું.  “એક યુવાન પોતાના બે સાથીદારો સાથે આવ્યો