ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 5

  • 3k
  • 1
  • 1.7k

બાપ્પા ના પરાક્રમો            “બાપ્પા, આ વૃદ્ધ હાથોને તારો સહારો મળી ગયો. તે જ્યારથી રાજ્ય વ્યવસ્થા સંભાળી, ત્યારથી તંત્ર સુધારવા માંડ્યું છે.” ચિતોડના રાજવીએ કહ્યું.             મહામલ્લ સેનાપતિ  બાપ્પાદિત્યની ધાક જબરી હતી. એના સાથીઓ રાત્રિ ચર્ચા કરી પ્રજાની નિશાચરોથી રક્ષા કરવા લાગ્યા. વેપારી વર્ગને ઉત્તેજન આપવા એમને પુરતું રક્ષણ આપવા માંડ્યું. બન્યું એવું કે, જ્યાં જ્યાં લૂંટ ચલાવી ત્યાં ત્યાં લૂટારાઓ આબાદ ઝડપાઈ ગયા. એમને સખ્ત શિક્ષા કરવામાં આવી. કોઈ જાણતું ન હતું કે, આમ શા થી બન્યું પરંતુ આ કમાલ બાપ્પાની ગુપ્તપણે પથરાયેલી ભીલ સેનાનો હતો. સૈન્યની નવરચના કરી. શસ્ત્રાગાર