ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 4.3

  • 2.8k
  • 1.7k

બાપ્પા ચિત્તોડમાં          વિશાળ મેદાનની પાછળ ઊંચા ઊંચા ડુંગરા, ધરતીની આવી સુંદર ગોદમાં રાજકુમાર બાપ્પા ધર્મપાલ અને કરણની છાયામાં મોટો થવા લાગ્યો. સંસ્કારસિંચન તેને સતીમાં અને પુરોહિતે આપ્યું. તે સંસ્કૃત ભાષામાં પણ પારંગત થયો. યુવક બાપ્પા પોતાનું ભાગ્ય અજમાવવા માંગતો હતો. તેને કાલભોજ પણ કહેતા. ભીલરાજ કરણ સાથે તે નીકળી પડતો. એ જમાનામાં વીરભૂમિ રાજપુતાનાની અને ગઢ ચિત્તોડનો. રાજપૂતો માટે બહુ મોટું આકર્ષણ હતું. પ્રયાણ કરતાં કરતાં પારાશરના જંગલમાં, નાગદા પાસે બાપ્પાએ પોતાનો મુકામ કર્યો. અહીં રહી તેઓ સાથીઓની મોટી ટોળી જમાવવા લાગ્યા. બાલીય અને દેવ તેના જીગરજાન મિત્રો હતા. એક વેળા, એક સંન્યાસી બાપ્પા ના નિવાસ્થાને આવી પહોંચ્યા. બાપ્પાએ