ઋણાનુબંધ - 17

(21)
  • 3.4k
  • 1
  • 2.4k

અજયના ઘરે પ્રીતિના આગમન માટેની બધી જ તૈયારી કરવાની જવાબદારી ભાવિની અને અજય પર જ હતી. કારણકે, સીમાબેન તો સોમવારે જાય પછી સીધા શનિવારે સાંજે આવવાના હોય! આથી તેઓ બધું જ ભાવિની અને અજયને સમજાવીને જ ગયા હતા. પ્રીતિ પેહેલી વખત ઘર જોવા આવશે તો શકનના એક જોડી કપડાં પણ લઈને જ રાખવાના કીધા હતા. મેનુ પ્રમાણેનું રાસન પણ કોઈ ઘટતું હોય તો એ પણ લઈ રાખવાનું કીધું હતું. એ બધું જ ઘરે બનાવવાનો આગ્રહ રાખતા હતા. અને એમના સ્વભાવને અનુરૂપ એમને બીજાનો સ્વાદ બહુ પસંદ પણ નહોતો. આથી મીઠાઈ કે ફરસાણ કઈ પણ ઘરે જ બનાવવાની રૂઢિ હજુ અકબંધ