જીવનમાં ગુરૂની જરૂર ખરી?

  • 2.3k
  • 1
  • 970

ગુરુ એટલે જાણકાર. જ્યાં સુધી રસ્તો ના જાણતો હોય ત્યાં સુધી રસ્તામાં કોઈને પૂછવાની જરૂર પડે, કોઈ નાના છોકરાને પણ પૂછવું પડે. જેને જેને પૂછવું પડે એ ગુરૂ કહેવાય. ગુરૂ એ બીજી આંખ છે! ગુરૂ એટલે આપણને આગળની સૂઝ પાડે. ગુરૂ એટલે ભોમિયો, ભોમિયો ઉપરી ખરો, પણ ક્યાં સુધી? આપણને મૂળ સ્થાને લઈ જાય ત્યાં સુધી. એટલે માથે ઉપરી જોઈએ જ, દેખાડનારો જોઈએ. ભોમિયો જોઈએ, ગાઈડ જોઈએ જ હંમેશા. માર્ગદર્શન આપે એ ગુરૂ કહેવાય. રસ્તામાં ઠેઠ સુધી ગુરૂની જરૂર પડશે. ગુરૂને એમના ગુરૂની જરૂર પડે અને આપણને આ સ્કુલના માસ્તરોની ક્યારે જરૂર હોય? આપણે ભણવું હોય તો ને? અને ભણવું