ડાયરી - સીઝન ૨ - નેચર

  • 2.2k
  • 1
  • 1.3k

શીર્ષક:- નેચર©લેખક:- કમલેશ જોષી"તમે ભગવાનમાં માનો છો?" એક દિવસ અમારા ગૃપમાં ડીબેટ શરૂ થઈ. એકે કહ્યું, "હું માતા-પિતાને જ ભગવાન માનું છું." તો એકે પોતાના ગુરુને, સંતને ભગવાન કહ્યાં. એકે કુળના દેવી-દેવતાઓમાં ભગવાન હોવાનો મત આપ્યો તો એકે દીન-દુઃખીયામાં ઈશ્વર છે એમ કહ્યું. એકે ખુદની અંદર જ ભગવાન હોવાનો દાવો કર્યો તો એકે ભગવાન છે જ નહીં એવો મત આપ્યો. આ બધાં વચ્ચે એક પ્રેક્ટિકલ મિત્રએ કહ્યું, "ભગવાનની સર્વ સામાન્ય ડેફિનેશન શી? જે સર્વવ્યાપી હોય, સર્વ શક્તિમાન હોય અને સૌને માટે સમાન હોય એવું તત્ત્વ એટલે ભગવાન, ઈશ્વર, ગોડ. મારી દૃષ્ટિએ આવું કોઈ તત્ત્વ હોય તો એ છે કુદરત. કુદરત