માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૨ બપોરનો સમય હતો. ગુપ્તા તેના રૂમ પર સુઈ રહ્યો હતો ત્યાં જ વિવેક યાદવ નામનો તેનો મિત્ર આવ્યો. (વિવેક યાદવ એ આવખતે મુખ્ય પરીક્ષા આપી હતી. તે ઉત્તરપ્રદેશ ના એક ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતો હતો. ) ગુપ્તા એ ખુરશી અને ટુવાલને હટાવતા કહ્યું - આવો વિવેકભાઈ, કેમ છો? હા ગુપ્તા, આબાજુ આવ્યો હતો એક મિત્ર પાસે નોટ્સ લેવા માટે તો વિચાર્યું ગુપ્તા ને મળતો જાઉં. વિવેકે ખુરશી પર બેસતા કહ્યું. ગુપ્તા એ ગૅસ પર ચા ચડાવી. વિવેક ગુપ્તાની બૂકો જોઈ રહ્યો હતો ત્યાં જ પંકજ પણ આવી ગયો. પંકજે હજુ કોઈ કલાસ