સવાઈ માતા - ભાગ 45

(21)
  • 5.3k
  • 2
  • 2.9k

આખરે લીલાનાં મનનું સમાધાન થતાં તેણે મેઘનાબહેનનાં ઘરેથી વિદાય લીધી. આમ પણ સાંજે બધાં ફરીથી રમીલાનાં ઘરે મળનાર જ હતાં. લીલાની કદાચ આ છેલ્લી મુલાકાત હતી રમીલા સાથે. હવે તે ઓસ્ટ્રેલિયા જવા નીકળે ત્યારે કદાચ રમીલા ન પણ આવી શકે. લીલાની જીંદગીમાં રમીલાનાં પ્રવેશથી જ ઘણુંય બદલાયું હતું, તેથી લીલાને તેનું આટલે દૂર જવું થોડું કઠી રહ્યું હતું, તો બીજી તરફ તેની ઉત્તરોત્તર પ્રગતિ અને નામના થઈ રહી હતી તેનો આનંદ પણ અઢળક હતો. લીલાએ ઘરે પહોંચી સાંજે પહેરવા માટે પોતાનાં અને રામજીનાં કપડાં તૈયાર કરી દીધાં. હજી કૉલેજ છૂટવાને અડધા કલાકની વાર હતી. આજે મેડમને પણ મળવાનું હતું, પણ