ધૂલો તો હરખપદૂડો (DTH) - 6

  • 1.9k
  • 1.1k

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૬આપણે જોયું કે આપણાં DTH એટલે કે ધૂલા હરખપદૂડાના મિત્રો એકમેકથી ચડીયાતા છે. એમાં સોશિયલ મીડિયાને લીધે મળેલો મિત્ર વિનીયો વિસ્તારી અને એની પત્ની સોનકી સણસણાટ તો અનોખા જ છે. હવે આગળ...એમાં એક વાર વિનીયાના સસરા એને ભટકાઈ ગયા. આમ જોવા જઇએ તો આપણો વિનીયો સંસ્કારી ને ખાનદાની. કોઈ ખોટી આદત નહિ છતાં પણ ક્યારેક છાંટો પાણી થઇ જાય તો ચાલે. છતાં પણ મૂળમાં સંસ્કારી ને ખાનદાની એટલે એ આ લત માટે પોતાના ગાંઠના પૈસા વાપરે નહિ. પણ જો કોઈ દાતાશ્રી મળી જાય તો જ..., સમજ્યા ને?આ વાતની વિનીયાના સસરાને ક્યાંકથી ખબર પડી એટલે