કલ્મષ - 23

(34)
  • 3.8k
  • 2.2k

ઇરાએ ધાર્યું હતું એમ જ થયું. નીના તો ઈરાનો ચહેરો જોઈને જ ડઘાઈ ગઈ હતી. એના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ હતી. કારણ એનું સાફ હતું. ઈરાના ગારામાટીથી ખરડાઈ ગયેલાં વસ્ત્રો જ નહીં , ચહેરો અને વાળ પણ લાલકાળી માટીથી ભરાઈ ચૂક્યા હતા. ડોક્ટરે કપાળમાં લાગેલી ચોટના ભાગમાંથી માટી સાફ કરી ડ્રેસિંગ કરી દીધું હતું પણ તો ય ઘાવમાંથી વહેલું લોહી પાટા પર ફૂટી આવ્યું હતું. આવ્યા હતા માત્ર ત્રણ ટાંકા પણ ઈરાના હાલહવાલ એવા હતા કે સામે રહેલી વ્યક્તિ ગંભીર સ્થિતિ માની બેસે.ન તો બદલવા કપડાં હતા ન સાથે કોઈ સામાન.એટલે સ્વાભાવિક છે કે નીના સામે છેડે ઈરાના આ