હિંદુ ધર્મનું હાર્દ - 23

  • 2.2k
  • 858

(23) ૧૦૩. પ્રાર્થનાની મારી રીત (‘અહિંસા અને આંતરરાષ્ટ્રીય મામલો’માંથી) એક મિશનરી જેઓ ગાંધીજીને સેગાંવમાં મળ્યા હતા, તેમણે પૂછ્યું સ. : આપની પ્રાર્થનાની રીત શી છે ? જવાબમાં ગાંધીજીએ કહ્યું : અમે સવારે ૪-૨૦ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે સમૂહ પ્રાર્થના કરીએ છીએ. આ પ્રમાણે વર્ષોથી ચાલતું આવ્યું છે. અમે ગીતાના શ્લોકો અને બીજા માન્ય ધર્મગ્રંથોના પાઠ કરીએ છીએ, તેમ જ સંતોનાં ભજનો સંગીત સાથે કે સંગીત વગર ગાઈએ છીએ. વ્યક્તિગત પ્રાર્થનાનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. તે અખંડરૂપે અને અભાન અવસ્થામાં પણ ચાલુ રહે છે. સાક્ષીરૂપે પરમાત્મા હાજરાહજૂર છે તેવો અનુભવ મને હર પળે થઈ રહ્યો છે. તેની નજર કંઈ