હિંદુ ધર્મનું હાર્દ - 18

  • 2.1k
  • 822

(18) ૮૮. કૃષ્ણ અને ગીતા (મૈસૂર રાજ્યનાં આર્સિકેરે ગામમાં ગાંધીજીએ આપેલા ભાપણનું સંક્ષિપ્ત) આર્સિકેરે ગયા તે દિવસે કૃષ્ણજન્માષ્ટમી હતી. માનપત્રમાં એ દિવસનો ઉલ્લેખ તો હોય જ. ગાંધીજીએ એ સમે કૃષ્ણજીવન ઉપર જ પોતાનું વ્યાખ્યાન આપ્યું : “આજે આપણે કૃષ્ણજયંતીનો અર્થ નથી સમજતા, નથી આપણાં બાળકોને ભગવદ્‌ગીતા ભણાવતા. શિમોગામાં એક મિશનરીએ મને કહેલું કે તમારાં ઘણાં બાળકો ભગવદ્‌ગીતા શું છે એ પણ નથી જાણતાં. અભગવદ્‌ગીતા એવો સામાન્ય ગ્રંથ છે કે જેને પ્રત્યેક ધર્મનો મનુષ્ય આદરથી વાંચી શકે છે, અને પોતાના ધર્મનાં તત્ત્વ તેમાં જોઇ શકે છે. જો આપણે પ્રત્યેક જન્માષ્ટમીને દિવસે શ્રીકૃષ્ણના ચરિત્રનું સ્મરણ કરતા હોત અને ગીતાપાઠ કરી તેનો અમલ