હિંદુ ધર્મનું હાર્દ - 14

  • 1.8k
  • 748

(14) ૬૭. હું દુષ્કર્મોને ધિક્કારું છું, વ્યક્તિઓને નહીં (‘શું હું અંગ્રેજોને ધિક્કારું છું’ માંથી) આ સંસારમાં કોઇનો પણ તિરસ્કાર કરવા હું મને અસમર્થ માનું છું. ઇશ્વરપરાયણતાથી ખૂબ સંયમ કેળવીને મેં ચાળીસ વર્ષ થયાં કોઇનો પણ દ્ધેષ કરવાનું છોડી દીધું છે. આ બહુ મોટો દાવો છે એ જાણું છું. છતાં અત્યંત નમ્રતાપૂર્વક હું તેને રજૂ કરું છું. પણ જ્યાં જ્યાં દુષ્કર્મ વર્તતું હોય ત્યાં ત્યાં તેને ધિક્કારવા તો હું સમર્થ છું જ અને ધિક્કારું પણ છું. અંગ્રેજોએ જે શાસનપ્રણાલી હિંદુસ્તાનમાં ઊભી કરી છે તેને હું ધિક્કારું છું, તેનો હું પૂરેપૂરો દ્ધેષી છું. અંગ્રેજ વર્ગ હિંદુસ્તાનમાં શિરજોરી કરી રહ્યા છે તેનો પૂરેપૂરો