હિંદુ ધર્મનું હાર્દ - 13

  • 2k
  • 852

(13) ૬૨. શ્રદ્ધાની કસોટી (‘તે પવિત્ર જગ્યાએથી’ માંના થોડા અંશો) આશ્રમનો વાવટો જે અગાશીએથી ઊડે છે તે અગાશીએથી જેલની દિવાલો અને સ્મશાનમાં બળતી ચિંતાઓના ભડકા બંને દેખાય છે. આ બંને વસ્તુઓનું નિત્ય દર્શન થતાં છતાં રખેને કોઈ ભૂલી જાય, ખાસ કરીને જ્યારે થોડા જ દિવસમાં મોટી લડત ઉપાડવાની છે ત્યારે મૃત્યુની આપણે કેટલા સમીપ રહીએ છીએ તેનું પૂરું ભાન રહે એટલા ખાતર જાણે શીતળામાતાએ વિકરાળ દર્શન દીધાં. એમ તો માણસ સ્મશાન ઘણી વાર જુએ છે. આશ્રમના માણસો રોજ જુએ છે. અનેક વ્યાધિઓથી પીડાઈને લાખો માણસો દેશમાં મરે છે એ આપણે જાણીએ છીએ, છતાં માણસ સ્વભાવે એટલો ટૂંકી દૃષ્ટિનો છે કે