હિંદુ ધર્મનું હાર્દ - 12

  • 1.9k
  • 892

(12) ૫૩. સત્યાગ્રહની શક્તિ (‘હિંદુ-મુસલમાન સવાલ’માંથી ગાંધીજીના સંદેશાનો ઉતારો) સત્યાગ્રહીમાં પોતાની મેળે ચાલવાની શક્તિ હોતી જ નથી. સત્યાગ્રહી જગતની લાગણી ઉશ્કેરીને જ ચાલી શકે છે. ઈશ્વરાન આશિર્વાદ હોય તો જ તે ચાલી શકે, ન હોય તો સત્યાગ્રહી લૂલો, પાંગળો અને આંધળો છે. ૧૯૨૧થી હું બે શબ્દો કહેતો આવ્યો છું : પાકીઝગી અને કુરબાની, આતેમશુદ્ધિ અને બલિદાન એ વગર સત્યાગ્રહનો જય ન થાય. કેમ કે તે વિના ઈશ્વર સાથે હોય જ નહીં. જ્યાં જગત કુરબાની જુએ છે ત્યાં ઢળી જાય છે. કુરબાની જગતને વહાલી લાગે છે. જગત કુરબાની સારા માટે છે કે નઠારા માટે એ જોતું નથી. પણ ઈશ્વર કંઈ આંધળો