(9) ૩૧. ઈશ્વરની હસ્તી છે કે નહીં ? દક્ષિણ ભારતની મારી યાત્રામાં મને કેટલાક હરિજનો અને બીજા સજ્જનો મળેલા જે નિરીશ્વરવાદી હોવાનો ડોળ કરતા હતા. એક જગાએ હરિજનોની પરિષદ ભરાયેલી હતી ત્યાં પ્રમુખે લગોલગ આવેલા હરિજનોએ પોતાને પૈસે બાંધેલા મંદિરની છાયામાં જ નિરીશ્વરવાદ પર એક તીખું ભાષણ આપ્યું. હરિજનો પ્રત્યે થતા દુર્વર્તનથી એ ભાઈના હૃદયમાં એટલી કડવાશ વ્યાપી ગયેલી હતી કે આવી ક્રૂરતાને ચાલવા દેનાર કોઈ કલ્યાણકારી શક્તિ હસ્તી ધરાવતી હશે કે નહીં એની જ એમને શંકા પડવા લાગી હતી. આ અનાસ્થાને માટે તો કંઈ કારણ હતું એમ કદાચ કહી શકાય. પણ બીજી જગાએથી મળેલી બીજી જાતની અનાસ્થાનો નમૂનો આ