(4) ૩ (‘કોટ્ટાયમ’ના ભાષણમાંથી) હમણાં મેં જે કેટલીક સ્ત્રીપુરુષોની વિરાટ સભાઓમાં ભાષણ આપ્યાં છે તેમાં હું જેને હિંદુ ધર્મનો અર્ક ગણું છું તે સમજાવવાનો પ્રયત્ન મેં કર્યો છે, ને મેં તેમને નો એક અતિશય સીધો સાદો મંત્ર હિંદુ ધર્મના અર્કરૂપે બતાવ્યો છે. તમે જાણતા હશો કે જે ઉપનિષદો વેદસંહિતાના જેટલાં જ પવિત્ર મનાય છે તેમાંનું, એ એક છે. ના પહેલા જ શ્લોકનો અર્થ આ પ્રમાણે છે : આ જગતની સર્વ વસ્તુઓના અણુએઅણુમાં ઈસ્વર વ્યાપી રહેલો છે. એ મંત્રમાં ઈશ્વરને સર્જક, ઈશ, વિશ્વના અધિષ્ઠાતા કહેલો છે. એ મંત્રના દ્રષ્ટા ઋષિને આ આખું જગત ઈશ્વરથી વ્યાપેલું છે એમ કહીને સંતોષ ન થયો,