હિંદુ ધર્મનું હાર્દ - 2

  • 2.5k
  • 1.3k

(2) ૬. એક હિંદુ હિંદુ ધર્મને જ શા સારુ વળગી રહે ? (‘સાચી અંતરદૃષ્ટિ’માંથી - મ.દે) હિંદુ ધર્મમાં એવી કઈ ખાસ સુંદરતા છે કે જે કારણે હિંદુ એ ધર્મને જ વળગી રહે છે ? આ સવાલ ન પૂછવો જોઈતો હતો. એ ચર્ચવાથી શો લાભ મળવાનો હતો ? છતાં મારે એનો જવાબ આપ્યે જ છૂટકો કેમ કે મારે મન ધર્મ એટલે શું એ તો હુ સ્પષ્ટ કરી શકું. ધર્મ માટે અત્યંત નજીકની - જોકે અત્યંત અધૂરી - સરખામણી જે મને જડે છે તે વિવાહની છે. વિવાહ એ કોઈ કાળે ન છૂટે એવું બંધન છે અથવા આજ સુધી એમ જ મનાતું હતું.