પ્રણય પરિણય - ભાગ 51

(27)
  • 4.6k
  • 1
  • 3.1k

પ્રણય પરિણય ભાગ ૫૧અલીબાગ સુધીનું ટ્રાવેલીંગ અને ફરવાને કારણે ગઝલને થાક લાગ્યો હતો એટલે તેણે ગરમ પાણીનો શાવર લીધો. નાહીને શરીર પર ટોવેલ વીંટાળીને એ બહાર આવી. બેડ પર પડેલી બેગમાંથી તેણે નવો ડ્રેસ કાઢ્યો. ડ્રેસ જોઇને તેની આંખો પહોળી થઈ ગઈ. વિવાન તેની માટે ફ્રોક જેવો સાવ ટૂંકો વન પીસ લઈને આવ્યો હતો. એની લેન્થ સાથળ સુધી માંડ હતી.'વિવાન મારી માટે આવો ડ્રેસ લાવ્યા? હે ભગવાન! આ કેટલો શોર્ટ છે! આ હું કેવી રીતે પહેરું..' તે મૂંઝાઈને બબડી. પણ આ શોર્ટ વન પીસ પહેર્યા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કેમકે શાવર લેતી વખતે જ પેલો તો ડ્રેસ