સત્ય એ જ ઈશ્વર છે - 33

  • 1.7k
  • 958

૩૩. સર્વ જીવની એકતા મારા ર્ધર્મ મને વાંદરાની સાથે નહીં પણ ઘોડાં, ઘેટાં, સિંહ, વાઘ, સાપ અને વીંછીની સાથે સુધ્ધાં સગપણનો દાવો રાખવા દે છે એટલું જ નહીં, તે બંધાને પણ સગાં ગણવાની આજ્ઞા કરે છે. હા, એ સગાંઓ ભલે આપણને સગાં ન માને. મારી જિંદગી માટે મેં જે કઠણ ધર્મ સ્વીકાર્યો છે અને જે દરેક સ્ત્રીપુરુષોનો ધર્મ હોવો જોઇએ એમ હું માનું છું તે આ પ્રકારણી એકપક્ષી ફરજ આપણા ઉપર નાખે છે. અને એવી એકપક્ષી ફરજ એટલા જ માટે નાખવામાં આવી છે કે સૃષ્ટિમાં કેવળ મનુષ્ય જ ઇશ્વરનું પ્રતિબિંબ છે. આપણી એ સ્થિતિ આપણામાંના ઘણા સ્વીકારતા નથી તેમાં શું