સત્ય એ જ ઈશ્વર છે - 27

  • 1.4k
  • 664

૨૭. બુદ્ધિ અને શ્રદ્ધા અનુભવે હું નમ્ર બન્યો છું અને બુદ્ધિની ચોક્કસ મર્યાદા સમજતો થયો છું. જેમ અસ્થાને પડેલી વસ્તુ ગંદવાડ બને છે તેમ અસ્થાને વપરાતી બુદ્ધિ ગાંડપણ બને છે. નવજીવન, ૧૭-૧૦-’૨૬ બુદ્ધિવાદીઓ ખાસા વખાણવાલાયક છે, પણ બુદ્ધવાદ જ્યારે પોતાને વિશે સર્વશક્તિમત્તા આરોપો છે ત્યારે તે ભયાનક રાક્ષસ બને છે. બુદ્ધિને સર્વશક્તિમાન માનવી એ પથ્થરને દેવ માનીને પૂજા કરવા જેવી ખરાબ મૂર્તિપૂજા છે. બુદ્ધિને દબાવવાની હું દલીલ નથી કરતો, પણ જે વસ્તુ આપણામાં રહી રહી બુદ્ધિને પણ પાવન કરે છે તેનો પણ યોગ્ય સ્વીકાર થવો જોઇએ એમ મારું કહેવું છે. નવજીવન, ૧૭-૧૦-’૨૬ કેટલાક વિષયો એવા છે, જેમાં બુદ્ધિ આપણને બહુ