૨૬. વૃક્ષપૂજા એક ભાઇ પોતાના કાગળમાં લખે છે : “ઝાડનાં થડનાં ઠૂંઠાં, પથ્થરો ને વૃક્ષોની પૂજા કરતાં સ્ત્રીઓ તેમ જ પુરુષો આ દેશમાં સામાન્યપણે જોવાનાં મળે છે. પણ ઉત્સાહી સમાજસેવકોનાં કુટુંબોની ભણેલીગણેલી ને કેળવાયેલી બહેનો સુધ્ધાં એ રિવાજથી પર નથી એ જોઇ મને નવાઇ થઇ. એમાંથી કેટલીક બહેનો ને મિત્રો એ રિવાજનો એવો બચાવ કરે છે કે કોઇ ખોટી માન્યતાઓ પર નહીં પણ પ્રકૃતિમાં રહેલા ઇશ્વરને માટેની પૂજ્યતાની શુદ્ધ ભાવના પર આ રિવાજ મંડાયેલો હોઇ તેને વહેમમાં ગણી શકાય નહીં. વળી, તે બધા સત્યવાન અને સાવિત્રીનાં નામનો હવાલો આપીને કહે છે કે અમે એ રિવાજોનું પાલન કરી તેનું સ્મરણ કાયમ