સત્ય એ જ ઈશ્વર છે - 25

  • 1.8k
  • 992

૨૫. મંદિરો ને મૂર્તિઓ મંદિરની હસ્તીને હું પાપ અગર વહેમ માનતો નથી. સમાન ઉપાસનાનું કોઇક સ્વરૂપ અને ઉપાસના માટેનું સમાન સ્થળ એ માણસની જરૂરિયાત હોય એમ લાગે છે. મંદિરોમાં મૂર્તિઓ રાખવી કે ન રાખવી એ પ્રકૃતિ અને રુચિ પર અવલંબે છે. હિંદુ અથવા રોમન કૅથલિક લોકોની ઉપાસનાના સ્થળમાં મૂર્તિઓ હોય છે તેથી તે બંંધા અવશ્યપણે ખરાબ હોય છે અથવા વહેમનાં ધામ હોય છે એવું હું માનતો નથી અને મસીદ અથવા પ્રૉટેસ્ટન્ટ લોકોના ઉપાસનાના સ્થળમાં મૂર્તિઓ હોતી નથી તેટલા જ કારણસર તે સારાં હોય છે એવું પણ હું માનતો નથી. ક્રુસ અથવા ગ્રંથ જેવી પ્રતિકરૂપ વસ્તુ સહેજે બુત બની જાય અને