સત્ય એ જ ઈશ્વર છે - 23

  • 1.6k
  • 920

૨૩. બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ મે અસંખ્ય વાર કહેવાતું સાંભળ્યું છે, અને બૌદ્ધ ધર્મનું હાર્દ બતાવવાનો દાવો કરનારાં પુસ્તકોમાં વાંચ્યું છે કે બુદ્ધ નિરોશ્વરવાદી હતા. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે બુદ્ધના ઉપદેશની મુખ્ય વસ્તુ જ નિરીશ્વરવાદની વિરોધી છે. મારો નમ્ર મત એવો છે કે બુદ્ધના કાળમાં ઇશ્વરને નામે જે હીન વસ્તુઓ પ્રવર્તતી હતી તેનો તેમણે યોગ્ય રીતે જે અસ્વીકાર કર્યો તેમાંથી જ આ ગોટાળો ઉત્પન્ન થયો છે. ઇશ્વર નામનું કોઇ પ્રાણી દ્ધેષને આધીન છે, પોતાના કાર્યોને સારુ પસ્તાવો કરી શકે છે, અને મૃત્યુલોકના રાજાઓની જેમ કે પણ લાલચો કે લાંચને વશ થાય છે, અને પોતાના-પરાયાનો ભેદ હોઇ શકે છે