૨૧. ધર્માન્તર (પરદેશી મિશનરીઓને આપેલા ભાષણમાંથી) તમે દેશમાં આવ્યા. તમે તો અમને નાસ્તિક તરીકે ગણી કાઢયા હીધન કહીને ગાળો દેતા આવ્યા. બિશપ હીબર જેવાએ હદ વાળી. તેણે ગાયું : ‘કુદરતનાં નિર્મળ દૃશ્યો ચોમેર આંખો ઠારે છે; માત્ર માણસો જ પાપીઓ જોવામાં આવે છે.’ અને ત્યાર પછી ખ્રિસ્તીઓની અનેક અનેક પેઢીઓએ એ ગીતને સ્તોત્રમાં દાખલ કરી, ગાઇને અમારા પ્રત્યેની ઘૃણાને કાયમ કરી. હું તમને કહું છું કે આ નાસ્તિક દેશ નથી. અહીં તો તમને ગરીબમાં ગરીબ ઘરમાં, ઢેડના ઘરમાં, મહારના ઘરમાં નામશુદ્રના ઘરમાં ઇશ્વરનું દર્શન મળશે. બ્રાહ્મણ, અબ્રાહ્મ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ધ - સૌ હિંદુ ધર્મમાંથી આશ્વાસન મેળવી રહ્યા છેે. એવા બ્રાહ્મણો