સત્ય એ જ ઈશ્વર છે - 18

  • 1.8k
  • 1
  • 994

૧૮. મૌનનો મહિમા સત્યના શોધકે મૌન રહેવું જોઇએ એવું મને ઘણી વાર લાગ્યું છે. ધારેલાં પરિણામ લાવવાની મૌનની અદ્‌ભૂત શક્તિનો મને પરિચય છે. દક્ષિણ આફ્રિકામાં હું એક ટ્રેપિસ્ટ સાધુઓનો મઠ જોવા ગયો હતો. તેમાંના ઘણાખરા મૌનવ્રતધારી મુનિ હતા. મેં મઠના વડાને આવું વ્રત ધારણ કરનારાઓનો આશય શો છે તે પૂછ્યું અને તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે. ‘આપણે બધા નબળા માનવી જીવો છીએ. ઘણી વાર આપણે શું બોલીએ છીએ તેનું આપણને ભાન હોતું નથી. આપણે કાયમ બોલ બોલ કર્યા કરીએ તો આપણા અંતઃકરણમાંથી ઊઠતો શાંત ઝીણો અવાજ આપણે કાને નહીં પડે. એ કીમતી પાઠનો મર્મ હું સમજ્યો. મૌનના રહસ્યનો મને