૧૬. નિરંતર ચાલી રહેલું દ્ધંદ્ધયુદ્ધ પોતાની જૂની કુટેવોને બદલવાને, પોતાનામાં રહેલી ખરાબ વાસનાઓને જીતવાને, અને જે સત્ છે તેને તેનું યોગ્ય સ્થાન આપવાને મનુષ્ય સરજાયેલાં છે. ધર્મ જો આપણને આટલું ન શીખવતો હોય તો તે કાંઇ કામનો નથી. પણ આ પુરુષાર્થ સાધવાને સારુ કોઇ સીધોસટ માર્ગ આજ લગી જડ્યો નથી. આપણામાં નામર્દીએ કદાચ મોટામાં મોટો દોષ છે અને તેવડી જ મોટી તે હિંસા છે. ખુનામરકી ઇત્યાદિ જેને આપણે હિંસાને નામે ઓળખીએ છીએ તેના કરતાં નામર્દી એ મોટો દોષ છે. એ વિશે તો કાંઇ શંકા જ નથી. કેમ કે તેનું મૂળ આપણી ઇશ્વરને વિશે રહેલી અશ્રદ્ધામાં અને તેના ગુણોના અજ્ઞાનમાં છે.....