સત્ય એ જ ઈશ્વર છે - 15

  • 1.4k
  • 902

૧૫. ઉપવાસ સાચો ઉપવાસ શરીર, મન અને આત્માને શુદ્ધ કરે છે. તે દેહનું દમન કરે છે અને તેટલા પ્રમાણમાં આત્માને મુક્ત કરે છે. સાચા દિલથી કરેલી પ્રાર્થના અનેક ચમત્કાર કરે છે. પોતાની વધારે શુદ્ધિ કરવાને માટે તે આત્માની ઊંડી તાલાવેલી હોય છે. આવી રીતે સાધેલી શુદ્ધિ કોઇ ઉદાર કાર્યને માટે વપરાય છે ત્યારે પ્રાર્થનારૂપ બને છે. આપણે પ્રાર્થનાનો જે અર્થ કરીએ છીએ તેનો દાખલો ગાયત્રી મંત્રના દુન્યવી ઉપયોગ પરથી, માંદાંને સાજાં કરવાને માટે થતા તેના પાઠ ઉપરથી જોવાનો મળે છે. નમ્રતા ભરેલા એકાગ્ર મનથી સમજપૂર્વક એ જ ગાયત્રી મંત્રનો જપ રાષ્ટ્રીય મુશ્કેલીઓ કે આફતોમાં કરવામાં આવે તો ભયને દૂર કરવાના