સત્ય એ જ ઈશ્વર છે - 12

  • 1.6k
  • 808

૧૨. ધર્મનો સાર પ્રાર્થના હું માનું છું કે પ્રાર્થના ધર્મનો ખુદ આત્મા ને સાર છે અને કોઇ માણસ ધર્મ વગર જીવી શકતો નથી તેથી પ્રાર્થના તેના જીવનનું હાર્દ હોવી જોઇએ. કેટલાક પોતાના બુદ્ધિના અભિમાનમાં કહે છે કે અમારે ધર્મ સાથે કશીયે લેવાદેવા નથી. પણ તેમની વાત કોઇ માણસ કહે કે હું શ્વાસ લઉં છું પણ મારે નાક નથી તેના જેવી થઇ. બુદ્ધિથી, અગર સ્વાભાવિક પ્રેરણાથી અગર વહેમથી માણસ દિવ્ય તત્ત્વની સાથે કોઇક જાતનો સંબંધ સ્વીકારે છે. હડહડતામાં હડહડતો અજ્ઞેયવાદી કે નાસ્તિક સુધ્ધાં કોઇક નૈતિક સિદ્ધાંતની જરૂરનો સ્વીકાર કરે છે અને તેના અમલમાં કંઇક સારું અને તેનો અમલ ન કરવાની વાતમાં