સત્ય એ જ ઈશ્વર છે - 9

  • 1.7k
  • 926

૯. ઇશ્વરનો અવાજ ઇશ્વરનો અવાજ સાંભળવાનો મારો દાવો નવો નથી. પરિણામો સિવાય બીજી રીતે એ દાવો સાચો સાબિત કરવાનો કમનસીબે મારી પાસે બીજો કોઇ રસ્તો નથી, પોતાનાં પેદા કરેલાં પ્રાણીઓએ સાબિત કરવાનો પદાર્થ હોય તે ઇશ્વર ઇશ્વર ન રહે. પરંતું સ્વેચ્છાથી જે તેનો દાસ બને છે તેને આકરામાં આકરી અગ્નિપરીક્ષામાંથી નીકળવાનું સામર્થ્ય આપ્યા વગર તે રહેતો નથી. અર્ધા સૈકાથીયે વધારે સમયથી આ કસીને કામ લેનારા માલિકનો હું રાજીખુશીથી ગુલામ બન્યો છું. વરસો વીતતાં ગયાં છે તેમ તેમ તેનો અવાજ મને વધારે ને વધારે સંભળાતો ગયો છે. અંધારીમાં અંધારી એવી ઘડીએ પણ તેણે મને તરછોડ્યો નથ. તેણે ઘણીયે વાર મને મારી