પ્રારંભ - 65

(69)
  • 4.9k
  • 4
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 65ઉમાકાન્તભાઈએ ધ્યાનમાંથી બહાર આવીને કેતનને જે કહ્યું તે સાંભળીને કેતનને પોતાના ભવિષ્યનું સચોટ માર્ગદર્શન મળી ગયું. "તમારો જન્મ કોઈ બિઝનેસ કરવા માટે થયો જ નથી. તમારા જીવનના નિયંતા તમારા પોતાના ગુરુ જ છે અને એમની ઈચ્છા પ્રમાણે જ તમારા જીવનમાં ઘટનાઓ બને છે. તમારા ગુરુજીએ તમને કોઈ મોટો પ્લૉટ અપાવ્યો છે ? " ઉમાકાન્તભાઈ બોલ્યા. " હા ગોરેગાંવમાં ૬૦૦૦ વારનો પ્લૉટ મને હમણાં જ ગિફ્ટમાં મળ્યો છે. " કેતન બોલ્યો. " બસ એ પ્લૉટ જ તમારી કર્મભૂમિ છે અને એ પ્લૉટ ઉપરથી ઘણાં મોટાં મોટાં કાર્યો થવાનાં છે. એ જગ્યા ભવિષ્યમાં હજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. તમારી