પ્રારંભ પ્રકરણ 64" કેતન આજે સાંજે ચાર વાગે સાન્તાક્રુઝ ખીરાનગર આવી જજે. હું ગેટ ઉપર તારી રાહ જોઈશ. " બીજા દિવસે સવારે દસ વાગ્યે કેતન ઉપર રવિ ભાટીયાનો ફોન આવ્યો. " ભલે હું પહોંચી જઈશ. " કેતન બોલ્યો અને એણે ફોન કટ કર્યો. કેતને સાડા ત્રણ વાગે મનસુખ માલવિયાને બોલાવી લીધો અને સાન્તાક્રુઝ જવા માટે નીકળી ગયો. પાર્લાથી સાન્તાક્રુઝ નજીક જ છે. મિલન સબવેથી નીકળીને ખીરાનગર પહોંચવામાં માત્ર અડધો કલાક લાગ્યો એ પણ ટ્રાફિક ના કારણે ! "ગાડી અંદર જ પાર્ક કરી દે. પાર્કિંગ છે. " ગેટ ઉપર ઉભેલા રવિએ કેતનને કહ્યું. મનસુખે ગાડી અંદર લીધી એટલે સિક્યુરિટીવાળાએ ગાડીને પાર્કિંગમાં