પ્રારંભ - 62

(76)
  • 5.1k
  • 4
  • 3.5k

પ્રારંભ પ્રકરણ 62દહીસર આવ્યું એટલે કેતને ગાડી ઠાકુર મોલ તરફ લેવાનું કહ્યું. રવિ ઠાકુર મોલની બહાર જ ઉભો હતો. કેતને એને દૂરથી જોઈ લીધો અને ગાડી એના તરફ લીધી. રવિ દરવાજો ખોલીને કેતનની બાજુમાં ગોઠવાઈ ગયો. " મનસુખભાઈ હવે ગાડીને હાઈવે થઈને વલસાડ તરફ લઈ લો. " કેતને સૂચના આપી. "બહુ રાહ જોવી નથી પડી ને ? પાર્લા થી દહીસરનો રસ્તો લાંબો છે અને ટ્રાફિક પણ ઘણો છે. " કેતને સહજ પૂછ્યું. " ના ના. મને બસ પંદરેક મિનિટ જ થઈ છે." રવિ બોલ્યો. "બોલ હવે આપણે તારા કેસ વિશે થોડી ચર્ચા કરી લઈએ. કોને મળવા જઈ રહ્યા છીએ આપણે