પ્રારંભ - 61

(67)
  • 4.7k
  • 3
  • 3.5k

પ્રારંભ પ્રકરણ 61કેતન મમ્મી પપ્પાને લઈને ઘરે પાર્લા પહોંચ્યો ત્યારે ટ્રાફિકના કારણે સાંજના ૭ વાગી ગયા હતા. સિદ્ધાર્થ પણ ઓફિસેથી ઘરે આવી ગયો હતો.સિદ્ધાર્થે મમ્મી પપ્પાની બેગો પોતાના ફ્લેટમાં મૂકાવી. સિદ્ધાર્થ રેવતી અને જાનકીએ મમ્મી પપ્પાનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું. " મમ્મી પપ્પા તમારા બંને માટે મારા ફ્લેટમાં જ બેડરૂમ તૈયાર કરી દીધો છે અને તમારે અહીંયા જ રહેવાનું છે. મારે કેતન સાથે પણ વાતચીત થઈ ગઈ છે. " સિદ્ધાર્થ બોલ્યો. "અરે ગાંડા અમે તારા ઘરે રહીયે કે કેતનના ઘરે રહીયે... ઘર તો એક જ છે ને ! અમારા મનથી તો બંને દીકરા સરખા. અને હવે તો મહારાજને પણ લઈને આવ્યો