પ્રકરણ પાંત્રીસમું ગામડાનું આરોગ્ય જ્યાં શરીરની ચોખ્ખાઈ, ઘરની સફાઈ અને ગામની સ્વચ્છતા હોય, યુક્તાહાર અને ઘટતી કસરત હોય, ત્યાં ઓછામાં ઓછા રોગ થાય છે. અને ઉપર ગણાવેલી સફાઈ સાથે દિલની સફાઈ હોય, તો રોગ અસંભવિત બની જોય, એમ કહી શકાય. દિલની સફાઈ રામનામ વગર ન થાય. આટલી વાત ગામડાંના લોકો સમજી જાય, તો વૈદ હકીમ કે દાકતરની જરૂર રહેતી નથી. કુદરતી ઉપચારના મૂળમાં એ વાત રહેલી છે કે, માનવજીવનની આદર્શ રચના જળવાઈ રહે. અને માનવજીવનની આદર્શ રચનામાં ગામડાંની કે શહેરની આદર્શ રચના સમાઈ જાય છે. અલબત્ત, એ આદર્શ રચનાનું મધ્યબિંદુ તો ઈશ્વર જ હોય. ૧ કુદરતી ઉપચારના મૂળમાં એ વાત