મારા સ્વપ્નનું ભારત - 28

  • 1.7k
  • 972

પ્રકરણ અઠ્ઠાવીસમું ગ્રામ-પ્રદર્શનો ગામડાં કેવળ ટકી ન રહે પરંતુ મજબૂત અને સમૃદ્ધ પણ બને એમ જો આપણે ઈચ્છતા હોઈએ અને માનતા હોઈએ તો તેને માટે ગ્રામદ્રષ્ટિ એ જ એકમાત્ર સાચી દ્રષ્ટિ છે. જો આ સાચું હોય તો આપણાં ગ્રામ-પ્રદર્શનામાં શહેરોના ભપકા અને ઠાઠ માટે કોઈ સ્થાન નથી. એમાં શહેરોના ખેલતમાશા કે બીજાં મનોરંજનોની પણ કંઈ જરૂર ન હોવી જોઈએ. ગ્રામ-પ્રદર્શન એ તમાશો ન બને; એ કમાણી માટેનું સાધન પણ ન બને. વેપારીઓના માલની જાહેરાતનું સાધન તો એ કદીય ન જ બનવું જોઈએ. ત્યાં કોઈ ચીજનું વેચાણ ન થવા દેવું જોઈએ. એટલે સુધી કે ખાદી કે ગ્રામોધોગની ચીજો પણ એમાં ન