મારા સ્વપ્નનું ભારત - 27

  • 1.5k
  • 758

પ્રકરણ સત્તાવીસમુ કૉગ્રેસના પ્રધાનોનું કર્તવ્ય હવે, હાથમાં અધિકાર આવ્યો છે ત્યારે કૉંગ્રેસ પ્રધાનો ખાદી ને ગ્રામોધોગને ઉત્તેજન આપવા સારુ શું કરવાના છે, એવો પ્રશ્ન વાજબી ગણાય. સ્વતંત્ર પ્રધાન નીમીએ કે ન નીમીએ, તોયે આ કામને સારુ અલગ ખાતું ખોલાવાની જરૂર તો છે જ. અન્નવસ્ત્રની તંગીના આજના દિવસોમાં આવું ખાતું ઉપયોગી નીવડે. અ. ભા. ચ. સંઘ અને અ. ભા. ગ્રા. સંઘ મારફતે પ્રધાનોને નિષ્ણાતોની મદદ મળતી રહેશે. પ્રમાણમાં જૂજ મૂડી રોકી ટૂંક સમયમાં હિંદની આખી પ્રજાને ખાદી પહેરાવી શકાય તેમ છે. દરેક પ્રાંતિક સરકાર દેહાતી એટલે કે ગામડાંમાં રહેનારા લોકોને કહે કે, તમારે જોઈતી ખાદી તમે જાતે પેદા કરી લો. આથી