મારા સ્વપ્નનું ભારત - 21

  • 1.7k
  • 1.1k

પ્રકરણ એકવીસમુ સત્યાગ્રહ અને દુરાગ્રહ હું દ્દઢતાપૂર્વક માનું છું કે સવિનય કાનૂનભંગ એ શુદ્ધમાં શુદ્ધ પ્રકારનું બંધારણીય આંદોલન છે. અલબત્ત જો એનું વિનયી એટલે કે અહિંસક સ્વરૂપ એ કેવળ દંભ હોય તો તે આંદોલન કોડીની કિંમતનું અને અધોગતિ કરનારું બની જાય છે. ૧ જો કાયદાનો ભંગ સાચા ભાવથી માનપૂર્વક અને વિરોધની વૃત્તિવિના કરવામાં આવે અને તે સમજપૂર્વક બંધાયેલા પાકા સિદ્ધાંતના આધારે હોય-તેમાં સ્વચ્છંદ ન હોય-અને સહુથી મુદ્દાની વાત-એની પાછળ દ્વેષ કે તિરસ્કારનો છાંટો પણ ન હોય તો જ તે શુદ્ધ સત્યાગ્રહ કહેવાય.૨ જે લોકો રાજ્ય દ્વારા લાદવામાં આવેલા ત્રાસદાયક કાયદાનું પણ, જ્યાં સુધી તે તેમના અંતઃકરણને કે ધર્મને દૂભવતા ન