મારા સ્વપ્નનું ભારત - 20

  • 1.7k
  • 846

પ્રકરણ વીસમુ સર્વોદય રાજ્ય ઘણા લોકોએ માથું ધુણાવતાં ધુણાવતાં મને કહ્યું છે કે’આમ જનતાને તમે અહિંસા નહીં શીખવી શકો. અહિંસા કેવળ વ્યક્તિઓ માટે અને તે પણ ગણીગાંઠી વ્યક્તિઓ માટે જ છે.’મારા મત પ્રમાણે આ આત્મવંચના છે. મનુષ્યજાતિ સ્વભાવે અહિંસક ન હોત તો યુગો પહેલાં તે પોતાને હાથે મરી પરવારી હોત. પણ હિંસક બળો ને અહિંસક બળોના દ્વંદ્વયુદ્ધમાં છેવટે અહિંસક બળો વિજયી નીવડ્યાં છે. ખરી વાત એ છે કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવાના સાધન તરીકે અહિંસા-નો લોકોમાં પ્રચાર કરવા માટે ઉતાવળા થયા વગર ખરા અંતઃકરણથી કાર્ય કરવાની ધીરજ આપણે બતાવી નથી. ૧ મને તો નામની રાજ્યસતા નથી જોઈતી, કામની જ જોઈએ