પ્રકરણ અઢારમુ આર્થિક સમાનતા આર્થિક સમાનતા એટલે જગતના બધા મનુષ્યો પાસે એકસરખી સંપતિ હોવાપણું, એટલે કે સહુની પાસે પોતાની કુદરતી આવશ્યકતા પૂરતી સંપતિનું હોવું. કુદરતે જ એક માણસને નાજુક હોજરી આપી હોય ને તે પાંચ તોલા આટો જ ખાઈ શકે અને બીજાને વીસ તોલ જોઈએ, તો બંનેને પોતપોતાની હોજરી પ્રમાણે આટો મળવો જોઈએ. બધા સમાજનું ઘડતર આ આદર્શને અવલંબીને થવું જોઈએ. અહિંસક સમાજને બીજો આદર્શ ન પાલવે. છેક આદર્શને આપણે કદી નહીં પહોંચીએ. પણ એને નજરમાં રાખીને આપણે બંધારણો રચીએ ને વ્યવસ્થા કરીએ. જેટલે અંશે આપણે આદર્શને પહોંચીએ એટલે જ અંશે આપણે સુખ અને સંતોષ પામીએ, એટલે જ અંશે આપણે