મારા સ્વપ્નનું ભારત - 17

  • 1.7k
  • 826

પ્રકરણ સતરમુ અહિંસક અર્થવ્યવસ્થા હું એમ કહેવા ઈચ્છું છું કે આપણે બધા એક રીતે ચોર છીએ.મારા તરતના ઉપયોગ માટે જેની મને જરૂર ન હોય એવી વસ્તુ જો હું લઉં, અને મારી પાસે રાખી મૂકું, તો હું તેની બીજા કોઈ પાસેથી ચોરી કરું છું હું એમ કહેવા માગું છું કે સૃષ્ટિનો આ અપવાદ વિના મૂળ નિયમ છે કે સૃષ્ટિ આપણી જરૂરિયાતો પૂરી પાડવા જેટલું દરરોજ ઉત્પન્ન કરે છે, અને જો દરેક જણ પોતાને જરૂર જોઈતું લે અને વધારે ન લે, તો આ દુનિયામાં ગરીબાઈ ન રહે અને આ દુનિયામાં કોઈ પણ માણસ ભૂખમરાથી ન મરે. આપણામાં આ અસમાનતા ચાલુ છે એનો