મારા સ્વપ્નનું ભારત - 15

  • 1.8k
  • 728

પ્રકરણ પંદરમું સર્વોદય નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઈનદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ ‘સું’એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ તે કુધારો છે. ઘણા અંગ્રેજી લેખકો લખી ગયા છે કે, ઉપરની વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને કંઈ જ શીખવાનું નથી રહેતું. આ વાત બરોબર છે. આપણે જોયું કે માણસની વૃતિઓ ચંચળ છે. તેનું મન ફાંફાં માર્યા કરે છે. તેના શરીરને જેમ વધારે આપીએ તેમ વધારે માગે છે. વધારે લઈને પણ સુખી નથી થતું. ભોગ ભોગવતાં ભોગની ઈચ્છા વધતી જાય છે. તેથી પૂર્વજોએ હદ બાંધી. ધણા વિટારો કરીને જોયું કે સુખદુઃખ મનનાં કારણ