મારા સ્વપ્નનું ભારત - 13

  • 1.9k
  • 1k

પ્રકરણ તેરમુ દરિદ્રનારાયણ જેને નામ આપી શકાતું નથી અને માણસની બુધ્દિથી જેનો પાર પામી શકાતો નથી તે ઈશ્વરને ઓળખવાને માણસજાતે પાડેલાં કોટિ કોટિ નામોમાંનું એક નામ દર્દ્રનારાયણ છે અને તેનો અર્થ ગરીબોનો ઈશ્વર, ગરીબોના હ્ય્દયમાં દેખાતો ઈશ્વર એવો થાય છે. ૧ એવાં લાખો ભૂખે મરતાં પડ્યાં છે કે જેમની આગળ ઈશ્વરની વાર્તા કરો તે કદી ન સાંભળે. પણ તેમને પેટભર અન્ન મળે એવો કોઈ રસ્તો બતાવશે તો તમને ઈશ્વર તરીકે પૂજવાને તેઓ તત્પર થશે. એવાની આગળ તમે નીતિની અને મનુષ્યસેવાની, માનવપ્રેમ અને ઈશ્વરની ભક્તિની વાત કરશો તો તે કોઈ સાંભળવાનું નથી. ૨ આ મારે હાથે જ મેં તેમની પાસેથી તેમના